Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં ખળભળાટ / વિધાનસભાની ચૂંટણીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, ત્રિપાંખિયો જંગ વચ્ચે.. - GUJJUFAN

રાજકારણમાં ખળભળાટ / વિધાનસભાની ચૂંટણીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, ત્રિપાંખિયો જંગ વચ્ચે..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે તેવી અટકળો ચાલી રહી છે. આ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ મોટી જાહેરાત કરી છે. પાટિલે કહ્યું કે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સમયે એટલે કે 2022 ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે, પણ ગુજરાતની ચૂંટણી આ રાજ્યો સાથે યોજાવાની કોઇ વિચારણા નથી.

ગુજરાતી ધારાસભાની ચૂંટણી ડિસેમ્બરમાં તેના નિયત સમયે જ થશે પાર્ટીના નિવેદન કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

પાટીલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કારોબારી બેઠક 7 નવેમ્બર રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ ની અધ્યક્ષતા માં નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.

ગુજરાતમાંથી ભાજપ મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સંગઠન મહામંત્રી રચનાકાર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અન્ય અધિકારી અને ધારાસભ્યો પણ જોડાયા હતા.

દુનિયાના સૌથી મોટા અને સૌથી ઝડપી રસીકરણ કાર્યક્રમ હેઠળ 100 કરોડ વેક્સિનેશન નો આંકડો પાર કરવા બદલ નરેન્દ્ર મોદીને બેઠકમાં ઉપસ્થિત સર્વે ઉભા થઈને તાળીઓ ગડગડાટ સાથે અભિનંદન કર્યા હતા.

પાટીલે જણાવ્યું કે આગામી 17 નવેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 4:30 સુધી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યકારણી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *