Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પ્રદેશ પ્રમુખ પદને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, આ દિગ્ગજ નેતાને.. - GUJJUFAN

પ્રદેશ પ્રમુખ પદને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, આ દિગ્ગજ નેતાને..

ગુજરાત પ્રદેશના નવા સંગઠનની રચના ને લઈને કોંગ્રેસ ફરી એક વખત મૂંઝવણમાં મુકાય છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નિમણુક કરવા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ના નિવાસ સ્થાન પર નેતાઓની વન-ટુ-વન બેઠક ચાલી રહી છે. ત્યારે આ બેઠકમાં હાર્દિક પટેલના નામની ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચર્ચા થઈ રહી છે.

તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી રાહુલ ગાંધી સાથેની બેઠક બિહાર જવા રવાના થઇ ગયા છે. પણ હાર્દિક પટેલને પ્રમુખ બનાવવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ શકે છે.

ગુજરાત કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્ય પક્ષ છોડી શકે છે. એ મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતમાં નેતાઓની સાથે બેઠક કર્યા બાદ રીપોર્ટ લઈને દિલ્હીમાં પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ચાલી રહેલી આ બેઠકમાં હાર્દિક પટેલ અને પ્રમુખ બનાવવાની વાત કરતાં જ ભરત સોલંકી, નરેશ રાવલ, પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ ભારપૂર્વક રજૂઆત કરી હતી.

પરંતુ કોંગ્રેસના સિનિયર નેતા અને રઘુ શર્મા આ વાતનો વિરોધ કરી રહ્યા છે. હાર્દિક પટેલ પ્રમુખ પર વિડ્રો કર્યું છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા મજબૂત ગુજરાત કોંગ્રેસના પ્રભારી સિનિયર નેતાઓની કામગીરીને લઇને આજે રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત પણ કરી હતી. જો કે રાહુલ ગાંધી અને પ્રભારી સિનિયરને કડકાઈથી ખખડાવ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *