ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે. કે વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાશે. જો કે, આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર સ્પષ્ટતા કરી છે. કે ચૂંટણી સમયસર યોજાવાની છે.
મુખ્ય ચૂંટણી કમિશનર પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમયસર ચૂંટણી યોજાશે.
સાથે તેમને ભક્તોને પણ અપીલ કરી હતી કે તેમણે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. તેમને કહ્યું કે, અંબાજી માતા માટે તેમને અતૂટ શ્રદ્ધા છે.
અને સમયાંતરે તેઓ માતાજીના દર્શન કરવા આવતા રહે છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને અનેક અટકળો લગાવવામાં આવતી હતી.
ત્યારે ચૂંટણી કમિશનર એપ સ્પષ્ટતા કરી દીધી છે કે ચૂંટણી સમયસર યોજાવાની છે.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સમયસર ચૂંટણી યોજાશે સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી હતી કે, પોતાનો મત નો ઉપયોગ કરીને મતદાન જરૂર કરવા જવું જોઈએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!