રાજકારણના સૌથી મોટા સમાચાર / નારાજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મળી શકે છે, આ જવાબદારી..
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વિજય રૂપાણીને પક્ષ દ્વારા મોટી જવાબદારી મળી શકે છે. તેવું જાણવા મળી રહ્યું છે વિજય રૂપાણીને કેન્દ્રમાં મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. રાજીનામાં આપ્યા બાદ વિજય રૂપાણીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે ઘટનાઓ બની છે.
તેને હું ખૂબ જ સહજ રીતે જોવું છું. પાંચ વરસ હાઈ કમાન્ડે મને જ તક આપવામાં આવી છે. તે બદલ હું નરેન્દ્રભાઈ તથા અમિતભાઈ શાહને આભારી રહ્યો છું. ગુજરાતની જનતાને સેવા કરવાનો મને મોકો મળ્યો છે.
માટે અત્યારે રાજીનામાં આપવા પર મને કોઈ અફસોસ નથી. મને સંતોષ છે વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી હતા ત્યારે સી એમ હતું, અને આજે પણ સીએમએસ કારણ કે CM નો અર્થ થાય છે કે, લોકોની સેવા કરવી, કોમનમેન. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટીએ કહ્યું કે, આપણે પરિવર્તન કરી રહ્યા છીએ.
તો સ્વાભાવિક પરિવર્તનની પ્રક્રિયા છે. આવો નિર્ણય ભારતીય જનતા પાર્ટી જ કરી શકે અન્ય કોઈ કરી ન શકે એની કમાનો આદેશ મળ્યો અને મેં તેનું પાલન કર્યું અને રાજીનામું આપ્યું છે.
આ અંગેની સૂચના રાજીનામું આપવાની આગળના દિવસે હોય તો મને મળી હતી કે, મેં રાજીનામું આપી દીધું છે. કાર્યકાળ દરમિયાન તમામ મંત્રી મંડળ પૂરતો સપોર્ટ મળ્યો અને ઘરમાં તો બધાનો હોય છે .
છતાં પત્ની તથા બાળકોને પુરતો સહકાર મળ્યો હોવાની પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વાત કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!