સમાચાર

ગુજરાતમાં શાહીન વાવાઝોડા પર સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગના મનોરમા મોહંતીએ શું કરી આગાહી, જાણો.

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસર સાથે સાથે હવે અહીં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે આજે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના મનોરમા મોહંતીએ રાહતના સમાચાર આપતા કહ્યું છે કે, શાહિન વાવાઝોડાને ગુજરાતને કોઇ ખતરો નથી. મનોરમા મોહંતીએ કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું હવે કચ્છ તરફ જોવા મળી રહ્યું છે.

જેને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજ સાંજથી પવનની ગતિમાં વધારો થશે અને આવતીકાલે કોસ્ટલ વિસ્તાર એટલે કે દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવનની ગતિ જોવા મળશે.

હવામાન વિભાગ અનુસાર આવતીકાલથી સૌથી વધારે પવનની ગતિ 70 થી 80 કિમી પ્રતિ કલાક સુધી રહેશે. જેના પગલે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે.

જોવા મળશે ત્યારે હવામાન વિભાગે લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, વાવાઝોડાને લઈને ગુજરાતમાં કોઈ ખતરો નથી. વાવાઝોડાને પગલે મધ્યગુજરાત એટલે કે, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભરૂચ આણંદ ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ થશે. જુનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

તો ઉત્તર ગુજરાતના સામાન્ય વરસાદ અને કચ્છમાં શાહીન ને કારણે સૌથી વધુ વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *