આ સમાજ ને રીઝવવા માટે ભાજપ સરકારે ઉતારી દિગ્ગજ નેતા ની ટીમ..

કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બીટીપી બાદ ભાજપ પણ આદિવાસી સમાજને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. વલસાડ જિલ્લા બે ધારાસભ્ય સમૂહ લગ્ન આયોજન કર્યું હોય તો આ સમૂહ લગ્નમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ BTP સાથે ગઠબંધન કરી ચૂકેલી આમ આદમી પાર્ટી પણ પોતાના નેતા ઉતારવાના છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ક્યારે જયપુરમાં ચિંતન શિબિર અને કમલમમાં મહામંથન કર્યા બાદ આગામી ચૂંટણી પગલે નેતાઓને સ્ટોક આપી દેવામાં આવ્યો છે. ભાજપ હવે ઓબીસી એસટી અને એસી પર ફોકસ વધારશે ગ્રામીણ વિસ્તારોમાં મંડળીઓ અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરવા માટે કહેવામાં આવ્યું છે.

હાલ ભાજપે સરકારી અને સામાન્ય મતદારો તો તે ભાજપ તરફ હોવાનો દાવો કર્યો છે. અન્ય વર્ગના મતદારો આકર્ષવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.

ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એવામાં આદિવાસી સમાજ ને રીઝવવા માટે એક બાજુએ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 2022 નું મિશન પાર પાડવા માટે બધી પાર્ટીઓ દ્વારા રણનીતિઓ તૈયાર થઈ રહી છે. સાથે સાથે પક્ષ પલટાનો દોર પણ શરૂ થઇ ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *