બસને મંત્રી માંથી ગયા એટલે માન પણ ગયું / ભાજપના આ દિગ્ગજ નેતાએ નીતિન પટેલે પાર્ટીમાં નકામા ગણાવ્યા..

ભાજપના બે ટોચના નેતાઓ સોશિયલ મીડિયામાં આમને-સામને આવ્યા છે. ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પડતા મૂકયા બાદ જૂનાગઢના સાંસદ નારણભાઇ કાછડીયા નીતિન પટેલ ગાંધીનગરમાં કોઈ કામ ન કરતા હોવાનો નિર્દેશ કરીને નકામા કહીને સૌને ચોંકાવી દીધા છે. ફેસબુક પોસ્ટમાં અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા એ કોમેન્ટ કરતા કહ્યું કે, ગાંધીનગર આવ્યા ત્યારે સામે પણ જોતા નહીં કામ ની તો વાત પછી રહી અત્યારે ખબર પડી.

ભાજપે રાજ્ય સરકારના તમામ મંત્રીઓને બદલી નાખ્યા છે. તેવા સંજોગોમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પક્ષમાં વિભીષણ અને મંથરા એવા નિવેદન જારી કર્યા હતા.

તેના સોશિયલ મીડિયામાં જવાબ આપતા નારાયણ એ, નીતિન પટેલને એમ કહ્યું કે, ગાંધીનગર અને આવતા તો સામે પણ જોતા નહોતા. હવે પાર્ટીમાં વિભીષણ અને મંથરા ની વાતો કરી રહ્યા છે. ભાજપના સાંસદે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કર્યો હતો.

તાજેતરમાં સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એમ આખું મંડળમાં ફેરફાર કરીને નવી સરકાર રચવામાં આવી છે. ત્યારે અનેક લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ અને મેસેજ કરતા હોય છે.

ત્યારે હવે અમરેલીના સાંસદ નારણ કાછડિયા દ્વારા ફેસબુકમાં નીતિન પટેલે મૂકેલી પોસ્ટ પર કોમેન્ટ કરતા રાજકારણ માં મોટી હલચલ જોવા મળી છે.

અમરેલીના સાંસદ નીતિન પટેલ નારાજગી પાછળ તપાસ કરતા જાણવા મળ્યું છે કે, થોડાક મહિના અગાઉ મહામારી દરમિયાન દર્દીને સાવરકુંડલા હોસ્પિટલમાં દાખલ કરવા માટે એક ડોક્ટર સાથે ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.

અને તે મુદ્દે તેમની બદલી કરવા મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ત્યાંથી તબીબની બદલી નહીં થતા નાયબ મુખ્યપ્રધાન સાથે નારાયણ કાછડીયા ની બોલાચાલી થયું હોવાનું ચર્ચા થઈ રહી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *