ખેડૂતોના ખાતામાં મોદી સરકાર જમા કરશે નવ મો હપ્તો, 9 ઓગસ્ટ 2021 ના રોજ જમા કરશે 2000 રૂપિયા, દર વર્ષે લગભગ ૧૨.૧૧ કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના મળી રહે છે.
જો તમે ખેડુત છો અને મોદી સરકારની આ સ્કીમનો લાભ નથી લીધો તો જરા પણ મોડું કર્યા વિના રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રજીસ્ટ્રેશન બાદ વેરિફિકેશન થયા પછી તમે પણ નવો હપ્તો મેળવી શકો છો.
જાણો કેવી રીતે કરશો એપ્લાય ? પીએમ કિસાન સન્માન નિધિ નો લાભ લેવા માટે પહેલા ખેડૂતને ઓનલાઇન પોર્ટલ pmkisan.gov.in રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સાઇડ તમને ફાર્મર્સ કોર્નર ના ઓપ્શનમાં દેખાશે.
અહી જઇને તમે ન્યુ ફાર્મર રજીસ્ટ્રેશન પર ક્લિક કરો. તમારા આધાર નંબર કેપ્ચા ભરવાનું રહેશે. આ પછી એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી ડીટેલ માંગવામાં આવશે પણ આપવાની રહેશે આ સર્વે કર્યા બાદ એક નવું પેજ ખુલશે અને તેમાં જમીન ની જાણકારી રવાની રહેશે તેમાં ખસરા નંબર અને ખાતા નંબર લખવાનો રહેશે આ પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે.
નિયમ અનુસાર આ યોજનાનો લાભ લેવા માટે જમીન ખેડૂતના નામે હોય તે જરૂરી છે, એટલું જ નહીં ખેડૂત ના દાદા કે પિતાના નામે જમીન છે તો પણ તે આ યોજનાનો લાભ લઇ શકશે નહીં, ફક્ત એક જ ખેડુત આ લાભ લઇ શકશે જેના પોતાના નામ પર બે હેક્ટર કે તેનાથી ઓછી જમીન હશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના માં લાભાર્થી ખેડૂતને વર્ષે ૬ હજાર રૂપિયા 2000 ના હપ્તા મળે છે.આ યોજના દરેક હપ્તામાં એક ખેડૂત ને 2000 રૂપિયાની રકમ ખાતામાં મળે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!