ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઇએ, તે બાબતે હાર્દિક પટેલે આપ્યું નિવેદન, જાણું શું કહ્યું..
રાજકારણમાં જાતિવાદ ગુજરાત સહિત ભારત દેશના દરેક રાજ્યની સચ્ચાઈ છે. આપણે તેનાથી દૂર નથી રહી શકતા પરંતુ, જો તેના વચસ્વ વ્યક્તિની યોગ્યતા નો કોઈ અર્થ જ ના હોય તો તે પ્રદેશની જનતા અને ભારતીય લોકતંત્ર માટે સારો સંકેત નથી. ગુજરાતમાં જાતિ આધારિત રાજનીતિ હાલના સમયમાં તેની ચરમસીમા પર છે.
જ્યારે ભાજપને લાગે છે કે, કોઈ જાતી સમુદાય જો તેની વિરુદ્ધમાં છે અથવા તો તેની વિરુદ્ધ થઈ શકે છે. ત્યારે તે અન્ય સમાજને એકત્રિત કરીને વિરુદ્ધ થઈ રહેલા સમાજની સામે ઊભો કરી દે છે.
ગુજરાતમાં ભાજપ દ્વારા કોઈ ક્ષેત્રમાં પાટીદારો વિરુદ્ધ અન્ય જ્ઞાતિઓને ઉભી કરી દીધી અહીં દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે, ભાજપ આવું કરીને ચૂંટણીમાં સફળતાઓ પણ પ્રાપ્ત કરી રહી છે.
ગુજરાતમાં ભાજપ સરકારના એક મોટા મંત્રી પોતાના વિભાગની તમામ પોસ્ટિંગ માં પોતાની જ્ઞાતિના લોકોને જ મહત્વ આપી રહ્યા છે.
ચૂંટણીના સમયમાં ટિકિટ નો આધાર યોગ્યતા નહીં પણ જ્ઞાતિ આધારિત થઈ જાય છે. અને ઘણા લોકો કહે છે કે, ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જોઈએ મારું માનવું છે કે, સંવિધાનમાં એવું ક્યાંય લખ્યું નથી કે મુખ્યમંત્રી કોઈ જ્ઞાતિ આધારિત હોય, એવો વ્યક્તિ જે તમામને સાથે લઈને ચાલી શકે.
જેના મનમાં કોઇ સમાજ અથવા તો જ્ઞાતિ પ્રત્યે ભેદભાવ ના હોય, તેવો વ્યક્તિ જ કોઈ મોટા પદ પર હોવો જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેમણે ભારતની આઝાદી આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
દેશને એક કર્યો જો તેમની જન્મભૂમિમાં જ જ્ઞાતિવાદ ની ભાવના સતત વધી રહી છે, તો તેમની પવિત્ર આત્માને કેટલી તકલીફ થતી હશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!