2024 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 130 બેઠક જીતી શકે છે, તેવું આ દિગ્ગજ નેતા નું નિવેદન..

2024 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 130 બેઠક જીતી શકે છે, તેવું આ દિગ્ગજ નેતા નું નિવેદન..2024 લોકસભાની ચૂંટણીઓને હજુ ત્રણ વર્ષની વાર છે, પરંતુ તે પહેલા કોંગ્રેસ હાર સ્વીકારી લીધી હોય તેવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે નિવેદન આપ્યું હતું કે પક્ષ આગામી ચૂંટણીમાં 120 થી 130 બેઠક જીતવાના લક્ષણ સાથે આગળ વધી રહી છે.

મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 120 થી 130 બેઠકો હાંસલ કરીને ભાજપ વિરોધી ગઠબંધનનું નેતૃત્વ કરવાની આશા રાખી રહી છે.

નિવેદન પરથી એવી ચર્ચા શરૂ થઈ છે કે 2019 ની લોકસભાની ચૂંટણીમાં 300 બેઠક જીતનાર ભાજપનો મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ફક્ત 120 થી 130 બેઠકો જીતીને મુકાબલો કરશે ?

જોકે સલમાન ખુર્શીદે 2024 ની ચૂંટણીમાં પીએમ મોદીની સામે કયા ચહેરાને વિપક્ષની આગળ કરશે તે અંગે તેઓએ મૌન રાખ્યું છે. અને કહ્યું છે કે, દિલ્હીમાં બધા લોકો મળે ત્યારે આ અંગે વાત કરવી જોઈએ.

કોલકત્તામાં બેસી હું આ અંગે ટીપ્પણી કરું તે યોગ્ય નથી. 2024 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 130 બેઠક જીતી શકે છે.

તેવા અનુમાન અત્યારથી લગાવી રહી છે, અને તે બાબતે તેમના નેતા એ નિવેદન પણ કર્યું હતું. ત્યારબાદ આ મુદ્દા પર ચર્ચા-વિચારણા શરૂ થઈ ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *