ભાજપ અને આપ ને ટક્કર આપવા માટે કોંગ્રેસે 60 બેઠક પર ઘડી રણનીતિ

2022 માં શહેરી બેઠક જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધું છે. 8 મહાનગરોમાં આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે. શહેરમાં વિસ્તારમાં અંદાજે જ બેઠક માટે કોંગ્રેસ ચર્ચા કરશે. રાહુલ ગાંધી એ ઉદયપુરમાં આપેલી સુચના બાદ પ્રમુખે બેઠક બોલાવી છે. રાહુલ ગાંધી શહેરી વિસ્તાર માટે અલગ બનાવવાની સૂચના અપાઈ હતી.

ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત બેઠકમાં રણનીતિ અને આંદોલનના કાર્યક્રમો કરવામાં આવશે. 8 મહાનગરો ના તમામ ધારાસભ્યોની બેઠકમાં હાજર રહેવા સુચના આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત મહાનગરની ચૂંટણી લડી ચૂકેલા તમામ લોકોને હાજર રહેવા સુચના આપવામાં આવી રહી છે. શહેરી પ્રમુખે અને ઉપપ્રમુખને પણ હાજર રહેવાની સૂચના અપાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી. પરંતુ દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે, રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાત નો દોર વધ્યો છે.

તેવામાં આ વર્ષે ચૂંટણી પહેલા યોજાશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી આપનાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાની તખ્તો તૈયાર થઇ ચૂક્યો છે.

30મે રોજ હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરશે પ્રદેશ કાર્યાલય કમલમમાં હાર્દિક પટેલ કેસરીયો ધારણ કરશે. ભાજપમાં પ્રવેશ કરતા પહેલા હાર્દિક પટેલ સભા યોજી શક્તિ પ્રદર્શન પણ કરશે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ દરમિયાન ઉપસ્થિત રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *