કોંગ્રેસ હાઇકમાન્ડે મોટા સંકેત, આ તારીખે થશે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામની જાહેરાત…

નવા પ્રભારી હજી બે ત્રણ વખત ગુજરાત આવી કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. ગુજરાતમાં હવે આગામી સમયમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઇ રહી છે.બીજી બાજુ 2022 વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં બંને મોટા પક્ષો માં હલચલ થઇ છે. તાજેતરમાં જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની પસંદગીના મામલે દિલ્હીમાં રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને બેઠકોનો દોર શરૂ છે.

પરંતુ હવે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા નામની જાહેરાત આગામી સમયમાં થશે. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા નામની જાહેરાત નવેમ્બર મહિના બાદ થાય એવી શક્યતાઓ છે.

આગામી સમયમાં કોંગ્રેસના રીટર્નિંગ ઓફિસરની નિમણૂક થશે. ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસૂદન મિસ્ત્રી છે. કોંગ્રેસ પક્ષના સમગ્ર દેશના આંતરિક ચૂંટણી કમિશનર છે.

તેવો હવે દરેક રાજ્યમાં કોંગ્રેસના પી.આર.ઓ ની નિમણૂક કરશે. બાદમાં કોંગ્રેસે આઈસીસી ક્રિકેટ સંગઠનના વિવિધ પદો પરથી ચૂંટણી યોજાશે. 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે કોંગ્રેસના સંગઠનની પ્રક્રિયા તેજ બની છે.

કોંગ્રેસના નેતાઓ સાથે સંગઠનને મજબૂત કરવા માટે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાપદ માટે ફરી કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે, બાદમાં રિપોર્ટ દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ રજુ કરશે બાદમાં હાઈ કમાન્ડમાં ચર્ચા થયા બાદ બંને પદ નવા નેતાની પસંદગી કરશે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ અને વિપક્ષ માટે અનેક નેતાઓના નામ આગળ આવી રહ્યા હતા. હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી તેમજ બીજાને કહેતા નામ ચર્ચામાં આવી રહ્યા હતા. પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે કોને પ્રમુખ પર નામ જાહેર કરાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *