કોંગ્રેસના નેતા નેતૃત્વ પરિવર્તન ની મૂંઝવણમાંથી બહાર આવ્યા, કહ્યું કે હવે…

ગુજરાતમાં કોંગ્રેસ દિવસેને દિવસે નબળી પડી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ બદલવાની વાત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. રાજીવ સાતવ જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા, ત્યારે તેમને નેતૃત્વ ટૂંક સમયમાં બદલાવ આવશે તેવી વાત પણ કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ નેતૃત્વને લઇને હાઈકમાન્ડ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ રીતે કોંગ્રેસનું પ્રભુત્વ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. આ ઉપરાંત મહામારીની વચ્ચે રાજીવ સાતવ ના નું નિધન થયા પછી પણ કોંગ્રેસ દ્વારા ગુજરાતના પ્રભારી નીમવામાં આવ્યા નથી, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ નેતૃત્વ પરિવર્તન ની મૂંઝવણમાંથી બહાર આવ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ની આગેવાનીમાં ચૂંટણી લડવાની તૈયાર થયા છે. ધારાસભ્યે જણાવ્યું હતું કે, હાઈ કમાન્ડ જ્યારે નિર્ણય લેશે હવે ત્યારે પણ અત્યારે અમે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છીએ.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી છે.

આ બંને ની આગેવાનીમાં અમારા કાર્યક્રમો શરૂ થઈ જશે. 2022 ની ચૂંટણીઓ ને લઈને અમે હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નેતૃત્વ બદલાય તે હાઈ કમર નો વિષય છે.

અમારા કોંગ્રેસના તમામ ગુજરાતના કાર્યકર્તા એક વાત પકડીને ચાલે છે કે, અત્યારે અમારા વિપક્ષ નેતા પરેશ ધાનાણી છે, અને પાર્ટીના પ્રમુખ અમિત ચાવડા છે .આ વાત સ્વીકારીને કાર્યક્રમો કરીને તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *