કોંગ્રેસના નેતાએ આપ્યું મોટું ચોકાવનારું નિવેદન કહ્યું કે, કોંગ્રેસ 90 બેઠક જીતે તો પણ..

ગુજરાતમાં એક સમયે કોંગ્રેસનો પડયો બોલ ઝીલાતો હતો લોકોની નજરમાં વસી ચૂકેલી આ પાર્ટીને ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મતો આપ્યા હતા. અને પાર્ટી ને એક સમયે 149 બેઠકો સુધી પહોંચાડી હતી. પરંતુ હવે પ્રદેશ કોંગ્રેસના બધું જ ખતમ થવાને આરે છે પાર્ટીના પ્રદેશ નેતાઓ લોકો સાથેનો સંબંધ જાળવી શક્યા નથી.

પરિણામે વિપક્ષના રહેલા ભાજપની 1995માં એક તક આપી અને આતક 26 વર્ષ પણ હજી ચાલુ છે. વિધાનસભાની ચૂંટણી નવેમ્બર 2022માં આવી રહી છે.

પરંતુ ભાજપમાં રાજકીય ગતિવિધિ તેજ થયેલી જોતા ઉત્તર પ્રદેશની સાથે વહેલી ચૂંટણી કરવાની વિચારણા પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભાજપ મિશન 2022 ની શરૂઆત મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલી કરીને કર્યો છે.

જ્યારે કોંગ્રેસના સ્થાનિક ચૂંટણીના સફાયા પછી પ્રદેશ પ્રભારી પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાઓ નિયુક્તિ થઈ ચૂકી છે. કોંગ્રેસના બધા પર અત્યારે ચાલી રહ્યા છે.

2001 પછી નરેન્દ્ર મોદી સરકાર ગુજરાતના રાજકારણમાં પ્રવેશ થયા પછી કોંગ્રેસ કોઈ એવી સ્ટેટસ બનાવી શકી નથી કે, જેનાથી ગુજરાતની જનતા પ્રત્યે લગાવ વધી શકે.

2017ની ચૂંટણી છેલ્લી ચૂંટણી પહેલા જો કોંગ્રેસના ધારાસભ્યોને સાચવી શકી ન હોય તો તે સત્તા નજીક હતી. પરંતુ કોંગ્રેસ ની મોટી કમજોરી તેના ચૂંટાયેલા ધારાસભ્યોની અવગણના થતી કોંગ્રેસના એક જ સિનિયર નેતાએ કહ્યું હતું કે, અમારી પાર્ટી 2022માં 90 બેઠકો મળે તો પણ તે સત્તામાં આવી શકશે નહીં.

કારણ કે ચૂંટાયેલા ધારાસભ્યોને પાર્ટી સાચવી શકતી નથી. આટલા વર્ષોમાં કોંગ્રેસે તેને 18 થી વધુ પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ ગુમાવ્યા છે. જે તમામ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *