Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોંગ્રેસના પ્રમુખ અને નેતા વિપક્ષની ટૂંક સમયમાં થશે જાહેરાત, આ દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં.. - GUJJUFAN

કોંગ્રેસના પ્રમુખ અને નેતા વિપક્ષની ટૂંક સમયમાં થશે જાહેરાત, આ દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં..

ગુજરાતમાં વર્ષથી સત્તા ની તલાશ માં રહેલી કોંગ્રેસ નેતા કાયમી પ્રમુખ ને લઈને પણ તલાશમાં છે. જોકે હવે આ બાબતે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ માટેના નામની અટકળો ચાલી રહી છે. ત્યારે હવે આ સમાચાર અટકળોનો અંત કરશે તેવું લાગી રહ્યું છે. ગુજરાત ના નવા પ્રમુખ નું નામ આવનાર કેટલાક દિવસમાં જાહેર થાય તેવી સંભાવના છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટેના ઉમેદવારની વાત કરીએ તો હાલ શંકરસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોર નું નામ ચર્ચાઈ રહ્યું છે. આ બંને નામમાંથી કદાચ આવનારા પ્રમુખ એક હશે સૂત્રો આ બંને નામ પર ભાર મૂકી રહ્યા છે.

બીજી તરફ રાહુલ ગાંધીના પ્રવાસ થી પરત ફરવા હવે આ મુદ્દા જલદી કોઈ નિર્ણય લેવાઈ શકે. તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી પાંચ દિવસ પ્રવાસે હતા અને તે પરત ફરી રહ્યા છે.

ત્યારે ચારથી પાંચ દિવસમાં નવા પ્રમુખના નામની જાહેરાત થઇ શકે છે. તો બીજી તરફ જૂના જોગીઓને પણ દાવેદારોમાં નામ નોંધાયા હોવાનું ચર્ચાએ જોર પકડયું છે.

આ પહેલા પરેશ ધાનાણી અને અમિત ચાવડા પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે ગુજરાત પ્રમુખ સાથે સાથે નેતા વિપક્ષ નામની પણ જાહેરાત થઈ શકે છે.

નેતા વિપક્ષ માટે હાલ શૈલેષ પરમાર અને આનંદ ચૌધરી નું નામ ચર્ચાઈ રહ્યું છે. આ સિવાય કોંગ્રેસના પાંચ પ્રમુખના નામ પણ જાહેર કરવામાં આવી શકે છે. જોકે આ જાહેરાત પ્રમુખ ના નામની જાહેરાત થયા બાદ થશે એવું માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોની માહિતી અનુસાર આગામી બે દિવસ બાદ કોંગ્રેસના આગેવાનો દિલ્હી બોલાવવામાં આવી શકે છે જે બધા જાહેરાત થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *