કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, એકસાથે 90 થી વધુ આગેવાનો આપી શકે છે રાજીનામું

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ને મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસના સંગઠનને લઈને વિવાદ ઉભો થયો છે. ભરૂચ કોંગ્રેસ ના 92 ના રાજીનામાં પડી ગયા છે. પ્રદેશના ઉપપ્રમુખ મહામંત્રી રાજીનામા આપી દીધા છે. જિલ્લા અને તાલુકાના આગેવાનો સહિત 92 રાજીનામા થઈ ગયા છે. 92 વ્યક્તિના રાજીનામાની તૈયારી ના પગલે પ્રભારી અને પ્રમુખ હરકતમાં આવ્યા છે.

ભરૂચ, કોંગ્રેસના આગેવાનોને આવતી કાલે કોંગ્રેસ ભવન બોલાવવામાં આવ્યા છે. ભરૂચમાં ક્ષત્રિય સમાજને મહત્વ આપતા અન્ય સમાજ નારાજ થયા છે. ભરૂચ કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણાને ન બદલાતા રાજીનામાં આપવા માં આવ્યા છે, એવી વાત મળી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નિષ્ફળ છતાં તેમને ન બદલાતા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી નિમણૂકો ભરૂચ જિલ્લામાંથી ચાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં ચાર લોકો પૈકી ત્રણ લોકો ક્ષત્રિય સમાજના હોવાથી અન્ય સમાજ નારાજ છે. ત્રણે ક્ષત્રિય આગેવાનોને મહામંત્રી બનાવતા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.

ભરૂચમાં ઓબીસીની વસતી 17% છતાં સ્થાન અપાયો હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ભરૂચમાં એસસી, એસટીની વસ્તી 40 ટકા હોવા છતાં તેઓને મહત્વ ન પડતા તેઓએ નારાજગી વ્યક્ત કરી છે.

લઘુમતિ સમાજની વસતી 18 ટકા છતાં એક જ વ્યક્તિને સ્થાન મળતા તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ક્ષત્રિય સમાજની વસ્તી ચાર ટકા હોવા છતાં 4 વ્યક્તિને સંગઠનમાં સમાવેશ કરવામાં આવતા બીજા લોકો એ નારાજગી વ્યક્ત કરી છે.

પરિમલ સિંહ રાણાને હટાવવા કોંગ્રેસના બે જૂથ આમને સામને આવી ગયા છે, કોંગ્રેસની આંતરિક વિખવાદ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *