ગાંધીનગર મનપા સહિત રાજ્યની ત્રણ નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર, જાણો આ તારીખે યોજાશે મતદાન.

રાજ્યમાં મહામારીને વિજય લહેરમાં સંક્રમણ વધ્યું હતું. મહામારીની બીજી લહેર વચ્ચે ઘણા કેસો આવ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી રાજ્યમાં મહામારી ના કેસ વધ્યા હતા. 24 કલાકમાં 17 હજાર કે સામે આવી રહ્યા હતા. હોસ્પિટલમાં મેળવવા પણ લોકોને રાહ જોવી પડતી હતી.

મહામારીનું સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની માર્ચ મહિનામાં યોજાનારી ચૂંટણીને મોકૂફ રાખવા માટે ચૂંટણીપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માર્ચ મહિનામાં યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની સામાન્ય અને પેટાચૂંટણી મોકૂફ રાખ્યા બાદ હવે રાજ્યમાં મહામારી ના પોઝિટિવ કેસ ની સંખ્યા ઘટતા અને મહામારીનું સંક્રમણ કાબુમાં આવતા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગાંધીનગર મહાનગરપાલિકા નગરપાલિકા અને થરા નગરપાલિકા ની સાથે સાથે ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર અને અન્ય સ્થાનિક ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી 3 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે.

3 ઓક્ટોબરના રોજ મતદાન પૂર્ણ થયા બાદ 5 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે વિસ્તારમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

તે વિસ્તારમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણીના દિવસે મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મહામારીની ગાઈડલાઈન અનુસાર મતદાન યોજવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *