રૂપાણી સરકારે ખેડૂતોના હિતમાં લીધો નિર્ણય, ખેડૂતોને આપવામાં આવશે…
ગુજરાતમાં હાલ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકારે ખેડૂતોને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે વરસાદ થવાને કારણે ખેડૂતો જન પ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઈ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રજૂઆતને પ્રતિસાદ આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે બંધો જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે,
તે પૈકી પીવાના પાણી માટે ના 56 જળાશયોમાં તારીખ 30 સપ્ટેમ્બર 2001 સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
જળ સંપતિ સચિવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઈ ના પાણી માટે માંગણી આવેલી છે,
તે વિસ્તારમાં ખેડૂતના ઉભા પાકને બચાવવા માટે 39 જળા…સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી ના મહત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઈના પાણીની માંગણી આવેલ છે, તે વિસ્તારમાં ઉભા પાકને બચાવવા માટે જળાશયમાંથી પાણી આપવાનો નિર્ણય લીધો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!