સમાચાર

હવામાન વિભાગના ડાયરેક્ટરે આપી આગાહી, આ તારીખે વરસાદનું થશે આગમાન.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અને વિસ્તારોમાં સારોએવો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગના મનોરમ મોહતીએ ગુજરાતમાં વરસાદ ને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ પણ આગામી પાંચ દિવસ એવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન દામનગર પટેલ અને હવામાન વિભાગ દ્વારા પણ ઓગસ્ટ મહિનાના અંતમાં સારો વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમ મોહતિ જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારમાં વરસાદ થઇ શકે છે. ગુજરાત વાસીઓને હજુ પણ ભારે વરસાદ માટે થોડાક દિવસોની રાહ જોવી પડશે.

તેમના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પણ આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે છોટા ઉદયપુર માં સારા વરસાદ થઇ શકે છે.

માહિતી અનુસાર છોટે ઉદયપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. રાજ્યમાં કુલ 36.17 ટકા વરસાદ સાથે સિઝનમાં 12 ટકા વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સુરત, નર્મદા, તાપી, પંચમહાલ,, મહીસાગર વલસાડ, અમદાવાદ, અમરેલી, ડાંગ,  ગીર સોમનાથ, ભરૂચ, ભાવનગર સહિતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે છે.

તેમજ હવામાન વિભાગના ડાયરેક્ટર ના જણાવ્યા અનુસાર ઓગસ્ટના બીજા સાહિત્ય એટલે કે 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *