માણાવદર સહિતના આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોની જીવનદોરી સમાન રસાલા ડેમના પાટિયા તોડી નાખતા અત્યાર સુધી પડેલા વરસાદની સંગ્રહ થયેલો મોટાભાગનું પાણી વેડફાઈ ગયું છે.
ડેમના પાટિયા ફરીથી ફીટ કરવાની માંગણી સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશ હુબલ સહિતના કાર્યકર્તાઓ મામલતદાર કચેરીએ પ્રતિક ઉપવાસ પર બેસી જતા જળ સિંચાઈ તંત્ર દોડતું થઇ ગયું છે. વહેલી તકે ફીટ કરી દેવાશે તેવી ખાતરી આપી છે. પાટીયા કોણે તોડીયા એ ખબર નથી સિંચાઈ તંત્રની નિર્ભર બેકારી દેખાઈ રહી છે.
માણવદર શહેરની મધ્યમાં આવેલ જીવાદોરી સમાન અને શહેરના બોરકુવા તથા નજીકના ખેતરમાં સાજા કરી કષ્ટભંજન મંદિર થી હડમતાળા મંદિર સુધી વિશાળ જળ સંગ્રહિત કરવામાં ઉપયોગી એવા રસાલા ડેમના છેલ્લા ઘણા દિવસથી પાટિયા તોડી નાખતા આજ સુધી થયેલ વરસાદનું પાણી વહી ગયું છે.
જેનાથી આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશ દ્વારા ફીટ કરવાની ખાત્રી ન મળે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાનું જાહેર કર્યું છે.
પ્રતીક ઉપવાસના પગલે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર દોડી આવેલા છે એણે પણ આપ આદમી પાર્ટીના હોદેદારોને મળી તાત્કાલિક પાટા ફિટ કરવાની ખાતરી આપી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!