ગુજરાતમાં આ પાર્ટીની થઇ એન્ટ્રી, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ચિંતામાં વધારો..

સુરત જિલ્લામાં આદમી પાર્ટી બાદ વધુ એક પાર્ટી ની એન્ટ્રી થઈ છે. જે સુરત જિલ્લામાં AIMIM એન્ટ્રી થઈ છે. ત્યારે આજે AIMIM ના કીમ ચાર રસ્તા ખાતે બેઠક મળી છે. આ બેઠક દરમિયાન તાલુકા તેમજ જિલ્લા ના હોદ્દેદારોની નિમણૂક કરાઇ છે જે વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

જે ગુજરાતના વિધાનસભાની 2022 ની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે, સાથે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

છતાં છેલ્લા 25 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં જોવા મળતી કોર્પોરેશનની ચૂંટણી થી લઈને સંસદ સુધી ભાજપનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. એવા આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં જોરદાર એન્ટ્રી કરી છે, અને રાજકારણના સમીકરણો બદલવાના શરૂ થઈ ગયા છે.

ગુજરાત રાજ્યના રાજકારણમાં વર્ષોથી પ્રાદેશિક પક્ષ અને અપક્ષો લોકો વધારે પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ રાજકારણમાં સક્રિય હતા, ત્યાર બાદ આમ આદમી પાર્ટીની સુરતમાં એન્ટ્રી થાય અને હાલ આ AIMIM પાર્ટીની એન્ટ્રી થઇ છે.

જોકે કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રજા આમ આદમી પાર્ટી તરફથી રહી છે. ખાસ કરીને સુરતમાં મહાનગર પાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતમાં જીત થતા આમ આદમી પાર્ટી ઊભી થઈ રહી છે.

આવા માહોલમાં ભાજપ માટે એક મોટો પડકાર છે, જ્યારે કોંગ્રેસ માટે વધુ કપરો સમય છે આમ દિવસે ને દિવસે વિપક્ષ પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *