ખેડૂત આંદોલન / આગામી દિવસોમાં એવું કરશે કે સરકારને કૃષિ કાયદો પરત ખેંચવાની ફરજ પડશે, પૂર્વ સીએમ ની જાહેરાત બાદ સરકારની ચિંતા વધી.
પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચોટીલા હરિયાણાના આંદોલન સ્થળે પહોંચ્યા અને ખેડૂતો સાથે મળીને મોટી જાહેરાત કરી અને કહ્યું કે, સરકાર ને ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની ફરજ પાડીશું.
સિંધુ બોર્ડર ખેડૂતોને મળવા પહોંચેલા પૂર્વ સીએમ ચોટાલા એ કહ્યું કે, વિપક્ષ ને એવી સ્થિતિ પેદા કરીશું કે સરકારને કાળા કાયદા પરત ખેંચવાની ફરજ પડશે
ઓમ પ્રકાશ ચોટાલા હરિયાણા આંદોલન સ્થળે પહોંચી અને ખેડૂતો સાથે મુલાકાત કરી. અને તેમને જાહેરાત કરતા કહ્યું કે, આવા કાયદા લાવનાર સરકારને લોકો ઉખાડી નાખશે. તેમણે એવું પણ કહ્યું કે, લડાઈ ફક્ત ખેડુતો અને મજુરો ની નથી, પરંતુ આખા દેશની છે અને આખી દુનિયાની નજર ખેડૂત આંદોલન પર છે.
ચોટાલા એ કહ્યું કે, અમારી પાર્ટીનું ખેડૂતો ને પૂરું સમર્થન મળશે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. જો ખેડૂતો હશે તો દેશ સમ્રુદ્ધ બનશે, જો તે ખુશ નહિ હોય તો આપણો દેશ કેવી રીતે પ્રગતિ કરશે. તેમને ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા અને કહ્યું કે, અત્યારે ખેડૂત સમાજ મુશ્કેલીમાં મુકાયા છે.
ભાજપ સરકાર માત્ર કોર્પોરેટ ગૃહો ને ફાયદો કરનાર નીતિઓ બનાવવા માંગે છે. ખેડૂત આંદોલન ને સતત મજબૂત થઈ રહ્યું કારણ કે, તેને દેશવ્યાપી સમર્થન મળેલું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!