Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચના, આ દિગ્ગજ નેતા ને સોંપવામાં આવી, જાણો કોનું થયું પત્તું કટ.. - GUJJUFAN

ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચના, આ દિગ્ગજ નેતા ને સોંપવામાં આવી, જાણો કોનું થયું પત્તું કટ..

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ હવે મંત્રીમંડળની રચના ને લઈને કવાયત ચાલી રહી છે. મંત્રીમંડળની રચના ની જવાબદારી કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ ને સોંપવામાં આવતા તેઓ હાલ અમદાવાદમાં આવ્યા છે. તેઓ ગઈ કાલે રાત્રે અમદાવાદ પહોંચી ગયા હતા ગઈકાલે રાત્રે અને અનેક્ષી ખાતે ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના મહાસચિવ બી.એલ.સંતોષ સાથે બેઠક કરી હતી.

ત્યાર બાદ અમિત શાહ દિલ્હી પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર યાદવ એ અનેક ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને બી.એ.સંતોષ સાથે મહત્વની બેઠક પણ યોજી હતી.

નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા પ્રધાનમંત્રી ની રચના માટે રાજકીય કવાયત તેજ બની છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન બાદ ઉપેન્દ્ર પટેલ ની ટીમ માં કોનો કોનો સમાવેશ થશે, અને કોનું શું થશે કટ તે રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

નવા મંત્રીમંડળની રચના ને લઈ હવે કેન્દ્રિય નિરીક્ષકો અને પ્રદેશના નેતાઓ વચ્ચે દોર શરૂ થયો છે. એટલું જ નહીં 60 ટકા નવા ચહેરાને આવશે, અને નવા મંત્રીમંડળમાં યુવાનોને તક આપવામાં આવશે. બે ત્રણ દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ ની શપથવિધિ યોજાય તેવા પણ નિર્દેશ મળી રહ્યા છે.

મંત્રીમંડળમાંથી કોનુ પત્તું કપાશે ?
બચૂ ખાબડ, કુંવરજી બાવળિયા, પરશોતમ સોલંકી, ઈશ્વર પરમાર, વિભાવરી દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોર કાનાણી, યોગેશ પટેલ, વાસણ આહીર

ભાજપના કેબિનેટમાં કોને સ્થાન મળી શકે છે !
ગણપત વસાવા, પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા આર.સી.ફળદુ, દિલીપ ઠાકોર, જયેન્દ્રસિંહ પરમાર, ઈશ્વર પટેલ

કયા નવા ચહેરાને તક મળી શકે છે ?
મનીષા વકીલ, આત્મારામ પરમાર, કિરીટસિંહ રાણા, ઋષિકેશ પટેલ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, જીતુ ચૌધરી, ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, હર્ષ સંઘવી

આ મંત્રીઓ થાય તે રાખવા કે કેમ તે અંગે વિચારણા ચાલી રહી છે
કૌશિક પટેલ, સૌરભ પટેલ, જવાહર ચાવડા
ભુપેન્દ્ર પટેલ ની નવી ટીમલી 20 થી વધુ મંત્રીઓને સામેલ કરવી નવું પ્રધાનમંડળ રચશે, તેવું જાણવા મળ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *