ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે પ્રજાને લાભ આપવા અને વધુને વધુ સારી કામગીરી હાથ ધરવાની દિશામાં રૂપાણી સરકાર આગળ વધી રહી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે ઉર્જા, શિક્ષણ અને આરોગ્ય વિભાગને માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત સરકાર અને સંગઠનને આ બાબતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ પગપેસારો કરી ‘આપ’ ના ઉમેદવાર જીતી ગયા હતા.
પરિણામે ભાજપને કોંગ્રેસ કરતાં વધુ આપનો ડર લાગવા લાગ્યો છે.
ગુજરાત સરકારને આગામી વિધાનસભા ચૂંટણીમાં એન્ટી ઇન્કમબ્નસીની ચિંતા છે. પરિણામે રાજ્ય સરકારે આમ આદમી પાર્ટીને ટક્કર આપવા દિલ્હીની આપ સરકારની કામગીરીની સમીક્ષા શરૂ કરી દીધી છે.
ખાસ કરીને દિલ્હીમાં સતત બે ટર્મથી શાસન કરી રહેલી આમ આદમી પાર્ટી ના કરેલા કામો જેમાં શિક્ષણ, આરોગ્ય અને ઊર્જા ક્ષેત્રે પ્રજાને આપેલી રાહતો, યોજનાઓ અને વિકાસને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકારે પણ ખાસ પ્લાનની તૈયારી શરૂ કરી દીધી છે. તે જોતાં આગામી દિવસોમાં દિલ્હી જનતા ની જેમ ગુજરાતની જનતાને પણ અનેકવિધ લાભો અને રાહત મળી શકે તેમ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!