રાઠવા સમાજના અનામત મુદ્દે હાઇકોર્ટ ચુકાદો આપી શકે છે. રાઠવા સમાજના અનામત મુદ્દે કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ગુજરાતમાં હાઇકોર્ટને જાહેર હિતની અરજી થઈ છે. રાઠવા-કોળી ને આદિવાસી જાતિ તરીકેના લાભો ન મળે તેવી અરજદારનો દાવા કરવામાં આવ્યો હતો. સરકારને પોતાના ફાયદા માટે અનામતનો લાભ આપ્યો છે.
જોકે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજી પ્રમાણે ગુજરાત રાજ્યમાં વસેલા રાઠવા અને રાઠવા-કોળી બે અલગ અલગ સમુદાય છે. અને રાઠવા કોળી ને મળતા આદિવાસી સમાજ તરીકે ના લાભ ગેરબંધારણીય છે. જોકે બીજી તરફ રાઠવા સમાજના લોકો એવું માને છે કે રાઠવા અને રાઠવા-કોળી સમાજ બે અલગ સમુદાય નથી.
પરંતુ એક સમુદાય ના બે નામ છે.આ અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ આપી હતી. જેની સુનાવણી કરવામાં આવશે.
અરજીમાં રાઠવા-કોળી અને આદિવાસી જાતિ તરીકે નો લાભો ન મળવો જોઇએ એવી માગણી કરવામાં આવી હતી. 2001 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં રાઠવા સમુદાયની વસ્તી 5.35 લાખની હતી.
હાલમાં સમુદાયના લોકો મોટા ભાગના છોટાઉદેપુર જિલ્લામાં રહે છે. જોકે છોટાઉદેપુરમાં લોકસભા બેઠક પર 60% કરતાં વધુ આદિવાસી મતદારો હોવાથી ૧૯૭૭ થી એસટી અનામત બેઠક છે.
આ બેઠક પર રાઠવા જ્ઞાતિ ના સૌથી વધુ સુધી એટલે કે 363059 (39%) મતદારો છે.તેથી અહીં દરેક પક્ષ માથે રાઠવા જ્ઞાતિના જ ઉમેદવાર ઉતારવામાં આવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!