ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું, આ તરફ ફંટાયું, ગુજરાતમાં આ વિસ્તારોમાં રહેશે તેની અસર

ગુજરાતના માથા પરથી શહેર વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. તેની માત્ર ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની અસર રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાવાનું નામ જ નથી લઇ રહ્યો ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ગુજરાત પર વાવાઝોડાની હવે કોઈ સંકટ રહ્યું નથી.

હવામાન વિભાગ ની માહિતી અનુસાર અરબ સાગરમાં શાહિન નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. જો કે ગુજરાત પર કોઈ ખતરો નથી કેમ કે પાકિસ્તાન તરફ ફંટાય જશે પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.

ગુજરાતમાં તોકતે વાવાઝોડા બાદ હવે શાહિન વાવાઝોડાનું સંકટ માટે મનાઇ રહ્યું હતું. પણ હવે અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા ની દિશા પાકિસ્તાન તરફ ફંટાય છે.

જો કે તેની અસર ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ આવશે. આજ થી ત્રણ દિવસ વાવાઝોડાની અસર ગુજરાતમાં રહેશે. રાજ્યના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના રહેશે.

હવામાન વિભાગ ની માહિતી અનુસાર આજે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દમણ, દાદરા નગર હવેલી વરસાદ જોવા મળશે.

આ ઉપરાંત સુરત, નવસારી, નર્મદા માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમરેલી અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ભાવનગર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદ થશે.

અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટો છવાયો વરસાદ રહેશે. સાથે હવામાન વિભાગ અનુસાર પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગરના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતના જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ગુજરાતના અનેક બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *