Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વાવાઝોડું આવી રહ્યું છે ! સૌરાષ્ટ્રમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધમાકેદાર વરસાદ - GUJJUFAN

વાવાઝોડું આવી રહ્યું છે ! સૌરાષ્ટ્રમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધમાકેદાર વરસાદ

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છેલ્લા કેટલાક દિવસથી મેઘમહેર થઈ રહી છે, તેને કારણે કેટલાય સમયથી ગરમી થી લોકોને રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 10 જુલાઈ સુધી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વડા મનોરમાં મોહનથી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં 10 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી હતી. અને સહેલાણીઓને દરિયા કિનારે ન જવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા 10 જુલાઈ સુધી રાજ્યમાં ભારે થઈ હતી, ભારે વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ થઈ રહ્યો છે. દ્વારકામાં વરસાદ તથા પવનને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

ગોમતી નદી તેમજ અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. આગામી પાંચ દિવસ સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. 8 જુલાઈથી 11 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને પોરબંદર જાફરાબાદ વેરાવળ દીવ ભાવનગર અને ભરૂચમાં ભારે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહનતી એ આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *