તાલિબાનો અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધા બાદ ભારત સહિત અનેક દેશોના નાગરિકો કાબુલમાં ફસાયા છે. ભારતના વિદેશ મંત્રી અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. કાબુલમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા મુદ્દે ચર્ચા-વિચારણા કરી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી એટની બ્લિક ને ફોન પર વાતચીત કરી છે. જેમાં તેને અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકોને બહાર નીકળવા બાબતે ચર્ચા-વિચારણા કરી હતી.
છેલ્લા એક અઠવાડિયામાં બંને નેતા હોય એ બીજી વખત એકબીજા સાથે વાતચીત કરી છે, અને આ મુદ્દા પર ચર્ચા કરી છે. વિદેશ વિભાગના પ્રવક્તા નેડ કહ્યું હતું કે, બન્ને નેતાઓએ અફઘાન વિસ્તારની પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરી હતી. જો કે, બીજી તરફ તાલિબાન કાબુલ એરપોર્ટ પર અફરાતફરી મચી રહી છે.
અમેરિકા અને ભારત સહિત જે પણ દેશના લોકો હાલ અફઘાનિસ્તાનમાં ફસાયા છે, તેઓ સુરક્ષિત ત્યાંથી બહાર નીકળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અગાઉ જ્યારે વિદેશ મંત્રી યાત્રાએ ગયા હતા ,ત્યારે ત્યાં પણ દ્રીપક્ષીય બેઠકમાં અફઘાનિસ્તાન ની પરિસ્થિતિને લઇને ચર્ચા થઈ હતી.
વિદેશ મંત્રીએ પત્રકાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત અફઘાનિસ્તાન ની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, માત્ર ભારત જ નહીં પરંતુ આખા વિશ્વનું ધ્યાન અત્યારે અફઘાનિસ્તાન ની પરિસ્થિતિ પર છે.
જેથી ભારત પણ તેમના નાગરિકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત લાવવાના પ્રયાસ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માંથી 120 નાગરિકને દેશ પરત લાવવામાં આવ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!