પાટીદાર આંદોલનનો મુદ્દો ફરીવાર વિધાનસભામાં ઉછળ્યો, નેતાઓની આવી પ્રતિક્રિયા..

ગુજરાત વિધાનસભામાં આજે મહામારી ના વૃદ્ધ લોકોની સહાય અને જીવ ગુમાવનાર તેમજ બિન અનામત આયોગ ના પ્રશ્નો વચ્ચે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ ઉપસ્થિત કરેલ પ્રશ્ન-ઉત્તર મંત્રીઓએ લંબાણપૂર્વક આપતા કોંગ્રેસ ધારાસભ્ય અકળાયા હતા. ગુજરાત વિધાનસભામાં ટંકારા ના ધારાસભ્ય લલિત કગથરા એ બિન અનામત આયોગ ની રકમ ફાળવવા અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યો હતો.

બીજી તરફ સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર એ ઉપસ્થિત પ્રશ્નોના લંબાણપૂર્વક ઉત્તર આપ્યો હતો. જેના કારણે કોંગ્રેસના ધારાસભ્યો અકળાયા હતા

અને ભાજપ પર પ્રહારો કર્યા હતા કે, પાટીદાર સમાજના 14 લોકો શહીદ થયા પછી આયોગની રચના થઈ છે. તેમના આ નિવેદનથી ભાજપના સભ્યો નારાજ થયા હતા.

આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત એવી કોમેન્ટ કરી હતી કે, આ મુદ્દાઓ તો આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું, અને જતા રહ્યા.

તેના આ નિવેદનથી ભાજપના રાકેશા ઉશ્કેરાયા હતા અને પ્રતાપ દુધાત ના નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો કે, તમારી કેટલી ઉંમર થઈ શકે એટલું હજુ વધુ વિપક્ષમાં તમારી બેસવાનું છે, તે ભૂલશો નહિ.

એટલું જ નહીં અનામતનો મુદ્દો જતો રહ્યો છે. જ્યારે અમને શીખવાડવાની તમને કોઈ જરૂર નથી, તેવું નિવેદન કરતાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ તબક્કે પોતાના અધુરો ઉત્તર આગળ ધપાવતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ને વચ્ચે બોલતા કોંગ્રેસના સભ્યોએ રોક્યા હતા. અને કહ્યું હતું કે, તમે બેસી જાવ કારણ કે તમે લંબાણપૂર્વક જવાબ આપી દીધો છે, તેવી કોમેન્ટ કરતા ગૃહમાં હાસ્ય રેલાતું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *