દિલ્હી વાસીઓને કેજરીવાલ સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત આ 30 થી વધુ સેવાઓ ઘરબેઠા આપશે, જાણો.

આજથી દિલ્હી સરકાર ઘર બેઠા લોકોને લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત 33 સેવાઓ ઉપલબ્ધ કરશે. હવે લોકોને કામ કરવા માટે RTO ઓફિસ જવાની જરૂર નહીં પડે, બુધવારથી આરટીઓ ની 33 સેવા ઓનલાઇન કરવામાં આવી રહી છે. તેમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ ની કસોટી પણ શામેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે એઈપી એસ્ટેટ ઓફિસમાંથી ફેસલેસ સેવાઓ શરૂ કરશે.

દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહેલી ફેસલેસ સેવાઓમાં ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, સરનામુ બદલાવવું, લાઇસન્સ નોંધણી પ્રમાણપત્ર, ડુબલીકેટ લાયસન્સ, આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ પરમીટ, રિપ્લેસમેન્ટ એજન્સી, માલસામાન અન્ય ઘણા પરિવહન નો સમાવેશ થાય છે.

તાજા પરમીટ, રીન્યુઅલ પરમીટ, ડુબલીકેટ પરમીટ, પરમિટ ટ્રાન્સફર, પરમીટ વાહનો માટે પેસેન્જર સર્વિસ વહીકલ બેજ સહિતના દસ્તાવેજો ઓનલાઈન મેળવી શકાશે.

મોટી સંખ્યામાં અરજદારો દરરોજ ફેસલેસ સેવાનો લાભ મળશે. લોકોને આ સેવાઓ માટે પરિવહન કચેરી માં જવાની જરૂર નહીં પડે. ફેસલેસ સેવાઓની રજૂઆત પછી પરિવહન કચેરી જવા માટે માત્ર કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ અને ફિટનેસ ટેસ્ટ ની જરૂર પડશે.

આ પછી પણ જે લોકો પાસે કોમ્પ્યુટર નથી અથવા ઓનલાઈન અરજી કરી શકતા નથી, તેઓ સુવિધા કેન્દ્રની મદદ લઈ શકે છે.અરજદારે તેના કોમ્પ્યુટર પર એક ટેસ્ટ આપવાની રહેશે. જેમાં વિવિધ પ્રશ્નો પુછવામાં આવશે. જે 10 ગુણના રહેશે. માર્ગ સલામતી, ટ્રાફીક સંકેતો સંબંધિત પ્રશ્નો પુછવામાં આવશે. તેમાં 6 ગુણ મેળવનાર અરજદાર પાસ ગણવામાં આવશે.

આ પછી તેમણે લર્નિંગ લાઇસન્સ આપોઆપ ઓનલાઇન બહાર પાડવામાં આવશે. જે અરજદાર દ્વારા છાપી શકાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *