સમાચાર

હવામાન વિભાગે શ્રાવણ મહિનામાં રક્ષાબંધન પછી સારા વરસાદની આગાહી કરી, જાણો.

રાજ્યમાં ઉત્તર ગુજરાત તરફ ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. તો ઉત્તર ગુજરાતના મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ રહેશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે.

સાથે નવસારી, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં સારો વરસાદ રહેશે. પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ માં પણ સામાન્ય વરસાદ રહેશે. વરસાદ દ્વારા સતત બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના અમરેલી જિલ્લાના વડીયા ના હનુમાન ખીજડીયા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે ગામના નદી નાળાઓ અને ચેક ડેમ માં પાણી ની આવક થઈ છે.

ખેતરોમાં પણ પાણી પાણી થઇ ગયા છે, તો વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

તેમજ અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના હિંમતનગરમાં ગાભોઈ પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.

આ સાથે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેમાં માલપુર, ભિલોડા, મોડાસા માં વરસાદ જોવા મળ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *