Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને કરી મોટી આગાહી - GUJJUFAN

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને કરી મોટી આગાહી

અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ નોંધાયો હતો. વરસાદ ભારે સાથે તૂટી પડ્યો હતો. હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારમાં સારા એવા પ્રમાણમાં વરસાદ ખાબક્યું હતું. હિંમતનગરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાના મેઘરાજામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાત્રિ દરમિયાન વરસાદને પગલે વહેલી સવારે નદી બે કાંઠે જોવા મળી રહી હતી.

હિંમતનગર થી થઈને પસાર થતી હાથ મત નદીમાં પાણી આવતા નવા નિર જોવા મળ્યા હતા. જિલ્લામાં મંગળવારે બપોર બાદ આકાશ ઘેરા વાદળછાયુ બન્યું હતું. મોડી સાંજ થવા સાથે જ વરસાદ જાણે તૂટી પડ્યો હોય તેમ લાગી રહ્યું હતું.

હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારમાં એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. આ દરમિયાન 4 ઇંચ વરસાદ થયો હતો. મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદ અઢી ઇંચ નોંધાયો હતો. હિંમતનગર શહેરમાં રાત્રી દરમિયાન વરસાદ વરસવાને લઈને નેશનલ હાઈવે અને શહેર પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા.

હિંમતનગર શહેરથી પસાર થતા નેશનલ હાઈવે પર મોતીપુરા નજીક પાણી ભરાય જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. મોતીપુરા વિસ્તારમાં હાઇવે પર ડાઈવરજન પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.

શહેરના એન્જિનિયરિંગ સર્કલથી હાજીપુરા વિસ્તારને જોડતા રેલવેના અંડર પાસમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રિ દરમિયાન અંડરપાસની અવરજવર બંધ કરી દેવાની ફરજ પડી હતી.

હિંમતનગર અને ભિલોડામાં વરસાદ ઉપરાંત ઉપરવાસ અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં વરસાદને પગલે નવા નીરાવ્યા હતા. જળાશયમાં 300 કયુશેક પાણીની આવક નોંધાઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *