હવામાન વિભાગની મોટી આગાહી / આગામી 24 થી 48 કલાક આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ તેની સાથે ગરમીનો વધારો પણ થઈ રહ્યો છે તેમ છતાં છેલ્લા બે દિવસથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઇને ખેડૂતોમાં ચિંતાની વાતાવરણ છવાઈ ગયું છે. કેમકે આ વાતાવરણ લોકોને ગરમીની સાથે ઠંડીનો અહેસાસ કરાવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

રાજ્યમાં ગરમીથી આંશિક રાહત રહેશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવતા વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટાથી ખેડૂતો માટે ચિંતા વધી છે નોંધનીય છે કે, શિયાળામાં પણ કમોસમી વરસાદ થઇ રહ્યો હતો.

જેને લીધે ખેડૂતોને નુકસાન થયું હતું હવે ઉનાળો શરૂ થતાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. પરંતુ આ દરમ્યાન હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઉનાળામાં કમોસમી માવઠા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ ઉપરાંત અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

વાદળછાયા વાતાવરણના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો બીજી તરફ ખેડૂતોમાં કમોસમી માવઠાની ચિંતા છવાઈ ગઈ છે. કારણ કે ખેતરમાં ઘઉં, ચણા જેવા શિયાળુ પાક ઊભા છે.

ત્યારે રવિ પાકની લણણી સમયે વાતાવરણ બદલાયું છે. જો કમોસમી માવઠું થશે તો પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં વહેલી સવારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

જેને લઇને શહેરીજનોને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વધતી જતી ગરમી વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવવાના કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.