અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાને કારણે હવામાન વિભાગે ભારે વરસાદને લઇને આ વિસ્તારોને આપ્યું એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં આવનારા દિવસમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળે છે. વલસાડમાં વરસાદ ની જોરદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી દરિયો રખડવાની માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાને કારણે વલસાડ જિલ્લા સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં બીચ ઉપર ત્રણ થી ચાર મીટર ઊંચા દરિયાઈ મોજા ઓછા થવાની સંભાવના છે.

જેથી માછીમારો તેમજ સ્થાનિક લોકોને દરિયાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન લોકો પણ મોટી સંખ્યામાં દરિયાકિનારે મજા માણવા માટે ઉમટી પડતા હોય છે.

પરંતુ બદલાયેલા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદની આગાહી ને ધ્યાનમાં લઇ જિલ્લા કલેકટર તંત્ર એલર્ટ બની ગયું છે. વલસાડના વાપીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે વરસાદ જિલ્લામાં સરેરાશ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અને જિલ્લામાં વરસાદી પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગામી 24 થી 48 કલાક અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા તારીખ 28 થી 1 જુલાઈ સુધી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *