તોફાની વાવાઝોડા સાથે ભારે વરસાદને લઇને હવામાન વિભાગે આ વિસ્તારોને આપ્યું હાઈ એલર્ટ

દિલ્હી અને એનસીઆરમાં સોમવારે સવારથી આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, અને વાતાવરણમાં પલ્ટો આવેલો જોવા મળી રહ્યો છે. તેમ જ ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ નક્કી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. અનેક ભાગોમાં રસ્તાઓ પર વૃક્ષો પણ ઉખડી ગયા છે. આવી સ્થિતિમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે કલાક દરમિયાન દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 50 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાના એંધાણ પણ વ્યક્ત કરવામાં આવ્યા છે. તોફાન અને વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પર અને ફ્લાઇટો ને પણ અસર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

દિલ્હી થી નોઈડા, ગાઝિયાબાદ અને એનસીઆર ના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી ઉપરાંત સહારનપુર, ટીમલી, હસ્તિનાપુર અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્હીમાં લઘુતમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે હવામાન વિભાગે બહાર નીકળવાની સલાહ અને ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લગભગ એક અઠવાડિયા સુધી ગરમીની કોઇ અસર થશે નહીં, આવી સ્થિતિમાં વધતા તાપમાનને ગરમીમાંથી થોડીક અને આંશિક રાહત મળશે.

24 મે સુધી હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આઇએમડીના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીમાંથી રાહત મળવાના એંધાણ પણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *