હવામાન વિભાગે આ વર્ષે પહેલા વરસાદને લઈને કરી મોટી આગાહી, ગરમી માંથી મળશે રાહત

દિવસેને દિવસે ઉનાળાની કાળઝાળ ગરમી ખૂબ વધી રહી છે ખાસ કરીને હવે લોકો ઉનાળા ની અંદર પડતી અસહ્ય તાપથી ખૂબ હેરાન પરેશાન થઇ ચૂક્યા છે. તેને કારણે હવે લોકો ખૂબ જ આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. તેમ જ લોકો વિચારી રહ્યા છે કે હવે ચોમાસુ ક્યારે શરૂ થશે. હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું દર વર્ષ કરતાં વહેલું શરૂ થઈ જશે.

ખાસ કરીને ત્યારે ગુજરાતના બીજા રાજ્યની અંદર ખાસ તો દક્ષિણ અને પૂર્વ બાજુ ની અંદર તેમજ આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ બાજુ વાવાઝોડાની સ્થિતિ યથાવત રહી છે.

એને કારણે તે જગ્યા ઉપર હળવા તેમજ મધ્યમ વરસાદ વરસી શકે છે. ચોમાસુ ક્યારે બેસી શકે છે તે વિશે હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું હતું કે, બંગાળની ખાડી ની અંદર સર્જાયેલું વાવાઝોડું અસાની હવે વિખેરાઇ ગયું હોવાની માહિતી મળી છે.

આંધ્ર પ્રદેશ અને તેની આસપાસના રાજ્યો દ્વારા રાહત નો શ્વાસ લેવામાં આવી રહ્યો છે, તેના કારણે દેશની અંદર હવે ચોમાસા ની શરૂઆત પહેલા થશે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

ચોમાસું વહેલું આવશે તો ખેડૂતોને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે. કારણ કે, ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચી શકે છે. જેને લઇને કૃષિ અને અર્થવ્યવસ્થા ઉપર ઘણી બધી અસર થઈ શકે છે, તેને લીધે ખેડૂતોને ખૂબ જ ચિંતા ના હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ વર્ષની વાત કરવામાં આવે તો કેરળ સહિત દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય કરતાં વહેલી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને ચોમાસુ આ વર્ષે ચાર દિવસની પહેલા તેમજ 27 તારીખની આસપાસ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *