Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજ્યમાં ફરી આગામી 24 થી 48 કલાક અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ કરી નવી મોટી આગાહી, ચારેય બાજુ પાણી પાણી - GUJJUFAN

રાજ્યમાં ફરી આગામી 24 થી 48 કલાક અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ કરી નવી મોટી આગાહી, ચારેય બાજુ પાણી પાણી

ભારે વરસાદને કારણે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ચોમાસાના બીજા તબક્કામાં ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. ઓડિસાના 20 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઘણા રાજ્યમાં અપેક્ષા કરતાં વધુ વરસાદ થયો છે. જ્યારે ઘણા વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર 21 ઓગસ્ટ સુધી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આગાહી મુજબ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 18 ઓગસ્ટ અને કોંકણ અને ગોવામાં 20 અને 21 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર બંગાળની ખાડી પર ઓછા દબાણને કારણે 19 ઓગસ્ટની આસપાસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 21 ઓગસ્ટ સુધી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓડિશામાં 22 ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 20 જિલ્લાઓમાં યેલો જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ધોધમાર વરસાદના બીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વલસાડમાં સારો વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. જેના કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *