Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગે કરી સચોટ આગાહી, આગામી 5 દિવસ ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી - GUJJUFAN

હવામાન વિભાગે કરી સચોટ આગાહી, આગામી 5 દિવસ ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આજથી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલી મા વરસાદ રેલમછેલ કરશે.

ખેડા, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ડાગ, સુરત-તાપી, ભાવનગર અને નવસારીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, નવસારીમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ રાજ્યના અમરેલી જિલ્લાના સાવરકુંડલા માંથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા સાવરકુંડલા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

અમરેલીના લાઠીમાં 2.76 ઇંચ ધોધમાર વરસાદ થયો છે. નોંધનીય છે કે, હાલ રાજ્યમાં પશ્ચિમ દક્ષિણમાં પવન ફુંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થંડર સ્ટ્રોમ એક્ટિવ થશે.

મંગળવારના રોજ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી પવનો ફુંકાયા તો ધંધુકામાં 34 મિ.મી વરસાદ થયો હતો. આજથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સારા વરસાદને લઈને એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

અને અનેક વિસ્તારોમાં વરસાદ થવાને કારણે ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદના આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *