સમાચાર

વરસાદ ના નવા અને અંતિમ રાઉન્ડને લઈને હવામાન વિભાગે કરી સચોટ આગાહી, આ તારીખે ચોમાસું લેશે વિદાય

ચોમાસુ અંતિમ ચરણમાં છે ત્યારે ફરી એક વાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠા ના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં કપડા અને ધરમપુરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ થયો છે, તેમજ વલસાડમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત ચાર દિવસથી વરસાદ થયો છે. ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ક્યાંક ભારે તો અધિક ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં તારીખ 19 અને 20 ના રોજ મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. લો પ્રેશર સિસ્ટમને કારણે સારો વરસાદ થયો છે. નવરાત્રીમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં ચોમાસાની વિદાય 19 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી થઈ છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે વરસાદની એન્ટ્રી થઈ છે. અમદાવાદ શહેરમાં વિજયના કડાકા ભડાકા સાથે અચાનક ધોધમાર વરસાદ થયો છે. અમદાવાદમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદના લઈને આગાહી વ્યક્ત કરી છે. નવરાત્રીમાં પણ વરસાદ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.

જેના કારણે ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસુ અંતિમ ચરણમાં છે, દક્ષિણ ગુજરાતમાં નવસારી ગામ, સુરત અને ભરૂચ ના વિસ્તારોમાં વરસાદની હાજરી નોંધાઈ હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *