હવામાન વિભાગે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા કરી મોટી આગાહી, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ સાથે..

રાજ્યના છેલ્લા 24 કલાકમાં 12 તાલુકામાં સારો વરસાદ પડ્યો છે સૌથી વધુ અમરેલીના લાઠી તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે. અમદાવાદના ધંધુકામાં પણ એક ઇંચથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે, તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના લઈને હાલ રાજ્યના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, બોટાદ અમરેલીમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થાય તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. પ્રિમોન્સૂન એક્ટિવિટી ને કારણે વાતાવરણમાં પલટો આવશે, અને ગરમીમાં આંશિક રાહત થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

તારીખ 13 ના રોજ અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, તાપી, નવસારી, સુરેન્દ્રનગર માં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *