હવામાન વિભાગ / રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહિવત્.
ગુજરાતમાં આ વખતે ચોમાસાનું વહેલું આગમન થયું છે, પરંતુ સાવ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. લાંબા સમય પછી ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ સર્જાયા બાદ ફરીથી મેઘરાજાએ વિરામ લીધો છે.
છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ સતત ધીમે ધીમે વરસી રહ્યો છે. જો કે, હજુ આગામી પાંચ દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની કોઇ શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાંચ દિવસ ભારે નહિ, પરંતુ હળવો વરસાદ વરસી શકે છે.રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે. અને રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ નહિવત છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સારી થઈ હતી, પરંતુ અત્યારે વરસાદના એંધાણ દેખાતા નથી. ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે.
વરસાદ ખેંચાતા મગફળી, કઠોળ, કપાસ સહિતના પાકોનું પર જોખમ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ એકાદ સપ્તાહ સુધી વરસાદના કોઇ સંજોગ નથી.
વરસાદ ક્યારે આવશે તે ચિંતા ની સાથે સાથે દુષ્કાળ તો નહીં પડેને એવી ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!