હવામાન વિભાગ / રાજ્યમાં હવે ચોમાસું થશે સક્રિય, આગામી ત્રણ દિવસમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી.
ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ફરી એક વખત ચોમાસું શરૂ થશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે.
રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ ગુરુવારથી લઈને શનિવાર સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
જણાવ્યું છે કે, જેમાં તાપી,નર્મદા, દમણ વલસાડ સહિતના અનેક સ્થળોમાં સારો વરસાદ વરસી શકે છે, તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદ, મહીસાગર, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, શુક્રવાર સુધીમાં નવસારી, વલસાડમાં રાજ્યના મહાનગરોમાં તેમજ મહિસાગર, દાહોદ, ખેડા, સાબરકાંઠા-અરવલ્લી સહિતના પંથકમાં ભારે વરસાદ થઇ શકે છે.
સાથે શનિવાર સુધીમાં સુરત, ભરૂચ, ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ અનેક રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
અમદાવાદના વાતાવરણમાં પડતો દેખાય રહ્યો છે. સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!