સમાચાર

ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય બન્યું, સૌરાષ્ટ્ર માં મેઘરાજા નું આગમન.

લાંબા સમય પ્રતિક્ષા બાદ મેઘરાજા નુ ફરી એકવાર આગમન થયું છે. 26 ઓગસ્ટ સુધી રાજ્યના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાપી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં ચારથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 26 જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત નબળી રહેતા ધરતીપુત્રો નિરાશ થયા હતા, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ફરીથી ખેડૂતોને આશા જાગી છે, અને તેઓ ખુશ થયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 26 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્રમાં, પોરબંદર, કચ્છ, દ્વારકા, દમણ, દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ મા વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

26 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહે તેવા સંકેત આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.42 ટકા વરસાદ નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *