આવતીકાલે અમિત શાહની હાજરીમાં નવા મુખ્યમંત્રી નું નામ થશે જાહેર, આ નામ ચર્ચામાં..
ગુજરાતના રાજકારણમાં મુખ્યમંત્રીના રાજીનામાની રૂપી ભૂકંપ બાદ હવે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. આજે રાતે અમિત શાહ ગુજરાત મુલાકાત આગામી 24 કલાકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અમિત શાહ ગુજરાતના દિગ્ગજ નેતા છે, ત્યારે અમિત શાહ છે.
નામ પર અંતિમ નિર્ણય લે તેની સામે કોઈ ભાજપ નેતા વાંધો પણ ન ઉઠાવે. તે મુખ્ય કારણ છે નોંધનીય છે કે, આગામી વર્ષ 2022 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા નેતાની પસંદગી કરશે જેના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી શકાય. ભાજપના ધારાસભ્ય માં ભારે બેચેની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગર હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. એવામાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે.
ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્યોની બેઠકમાં બધા ધારાસભ્યો સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વ સંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે.
આજે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે. ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને ચાલી રહેલી અટકળો માં ગોરધન ઝડફિયા સૌથી આગળ ચાલી રહ્યા છે.
હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમજ સીએમ બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!