સાળંગપુર હનુમાન દાદાના મંદિરે આજે, 15મી ઓગસ્ટના રોજ ભવ્ય 1551 ફૂટના ધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ ની પરિક્રમા કરવામાં આવી.
બોટાદ જીલ્લાનું વિશ્વ પ્રખ્યાત અને સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ધામ માં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દેવ મંદિર, સાળંગપુર ધામ માં આજે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર શાળંગપુર આયોજિત આજના રોજ 15 મી ઓગસ્ટ ના દિવસે સાળંગપુર મંદિર પરિસરમાં 15 51 ફૂટના ધ્વજ સાથે ભવ્ય પરિક્રમા કરેલ છે.
આ રાષ્ટ્રધ્વજ ની પરિક્રમા 551 બાળકો તેમજ મંદિરના કર્મચારી, સ્ટાફ, સિક્યુરીટી તેમજ હજારો ભાવિક ભકતો જોડાયા હતા.
પરિક્રમાની શરૂઆત પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી, વિવેકસાગર દાસજી સ્વામી, વડતાલના શ્રી જગત સ્વામીજી, સ્વામીજી ડી,કે સ્વામીજી ના હસ્તે આ ભવ્ય રાષ્ટ્રધ્વજ ની પરિક્રમા નું શુભ પ્રારંભ મંદિરના પ્રવેશદ્વારથી કરવામાં આવેલ હતા.
જેમાં સાળંગપુર મંદિરમાં ફરતે પરિક્રમા વાજતે, ગાજતે, બેન્ડ પાર્ટી અને શરણાઇના સૂરો સાથે ફરેલ “ભારત માતાકી જય”, ‘ વંદે માતરમ’, ‘શ્રી કષ્ટભંજનદેવ હનુમાન દાદા કી જય’ ના નારા સાથે હજારો ભાવિ ભક્તો આ રેલીમાં જોડાયા હતા.
હનુમાન દાદાને પણ તિરંગાના શણગાર દર્શન કરવામાં આવ્યા હતા. 15મી ઓગસ્ટના સાળંગપુર ધામ રાષ્ટ્ર ભક્તિ સાથે ગૂંજી ઉઠ્યું હતું.
સાળંગપુર ધામ માં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અને તેની સાથે આખો સાળંગપુર ધામ રાષ્ટ્ર પર્વ સાથે રંગાઇ ગયું હતું, અને તેમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!