કોંગ્રેસના નવા પ્રમુખે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી ને લઈને આપ્યું મોટું ચોકાવનારું નિવેદન, કહ્યું..

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ જગદીશ ઠાકોર એ મહત્વની વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે 2022 ની ચૂંટણી ભાજપને હરાવવાની નીતિ તેમજ સંગઠનને મજબૂત કરવા સહિતના મહત્વના મુદ્દાઓ તૈયાર કર્યો હતો. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, 2022માં કોંગ્રેસ-ભાજપના ભુક્કા બોલાવી સરકાર બનાવશે. આ એક જ મહિનામાં ખબર પડશે કે કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે.

જગદીશ ઠાકોર હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી ને કોંગ્રેસના મુખ્ય ચહેરા ગણાવ્યા હતા. સાથે જ અલ્પેશ ઠાકોર માટે કોંગ્રેસમાં લાલ જાજમ તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું.

વાતચીત અનુસાર જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે અમારી અનેક સિનિયર નેતાઓ સાથે બેઠક થઈ છે. દિલ્હીમાં સ્થાનિક નેતાઓ સાથે પણ વાતચીત થઈ છે.

આખી ચૂંટણીને લઈને રોડમેપ તૈયાર કરવામાં આવ્યા છે. વન ટુ વન બેઠકો કરી કાર્યકરો નેતાઓ અને જનતાની સાંભળીને અમે આ રોડમેપ તૈયાર કર્યા છે.

ગુજરાતમાં સરકાર જ રીતે જનતાને ડરાવી રહી છે. તેને ધ્યાને રાખીને અમે કામ કરી રહ્યા છીએ.

જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ તથા ઉપરાંત ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરો ના નામ સાથે તેમણે જણાવ્યું હતું કે, દમ લગાવીને કામે લાગી ગયા છે.

તેમણે ભાજપ પર આકરા શબ્દો પર પ્રહાર કર્યા હતા. અમે ઘર સંભાળી ને બેઠા છીએ, તેમ ભાજપે પણ તેમનું ઘર સંભાળીને બેસી રહેવું જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *