ભાજપ સરકારથી નારાજ થઈને જનતા એ કર્યું આ કામ, ભાજપમાં ફેલાયો ફફડાટ, જાણો.

દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો વગેરે કામો ને લઈને લોકોમાં ભાજપ સરકારથી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકો ભાજપ સરકારથી દૂર જઈને અન્ય વિપક્ષ પાર્ટીમાં જઇ રહ્યા છે. જેને કારણે ભાજપ સરકાર ચિંતામાં આવી ગઈ છે, અને પ્રજાને પોતાની તરફ લાવવા માટે વ્યૂહરચના ઘડી રહી છે.

ભાજપ સરકાર છ દિવસની જન આશીર્વાદ રેલીને પ્રજાનો પાંખો પ્રતિભાવ મળતા જનતાનું દિલ જીતવાનું કરવા માટે મંથન કરાશે.કેન્દ્રના પાંચ મંત્રીઓની વડપણ હેઠળ ગુજરાતમાં છ દિવસ માટે યોજાયેલી જન આશીર્વાદ રેલીને પ્રજા તરફથી પંખો પ્રતિભાવ મળ્યો.

હોવાથી, ફફડી ઉઠેલા ભાજપે જનતાની નારાજગી દૂર કરવા માટે વ્યૂહરચના  ઘડી ને કેવડિયામાં બીજી અને ત્રીજી સપ્ટેમ્બરે મળનારી પ્રદેશ કારોબારીની બેઠકમાં વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવી જાણકારી મળી હતી.

જન આશીર્વાદ રેલી માં લોકોનો ઓછો પ્રતિભાવ મળ્યો હોવાથી 2022માં યોજનારી ચૂંટણીમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 99 બેઠક મળવાની ઘટનાનું પુનરાવર્તન થઈ જવાનો ભય ભાજપને સત્તાવવા માંડયો છે.

જોકે તેવો દાવો તો 150 બેઠક મેળવીને વિજય થવાનો કરી રહ્યા છે, પરંતુ અંદરખાને ફફડાટ હોવાનું જોવા અને જાણવા મળી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ પાર્ટી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપના તમામ મુખ્ય કેવડિયાની પ્રદેશ કારોબારીની બેઠકમાં ભાગ લેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *