Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોંઘવારીનો માર / શાકભાજી સહિત તમામ ખાદ્ય ચીજવસ્તુના ભાવ થયા બમણા, જાણો - GUJJUFAN

મોંઘવારીનો માર / શાકભાજી સહિત તમામ ખાદ્ય ચીજવસ્તુના ભાવ થયા બમણા, જાણો

ગરમી વધવાની સાથે લીલા શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીનો પારો ઉંચકાતા લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે. ત્યારે ઓછી આવક સાથે માંગ વધતા લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુ નો માર સહન કરી રહેલી પ્રજાને વધુ એક જોવા મળ્યો છે.

ગરમીના કારણે માર્કેટમાં શાકભાજીની આવક ઓછી થવાની સામે માંગ વધતા છેલ્લા એક અઠવાડિયામાં લીલા શાકભાજીના ભાવ ડબલ થઇ ગયા છે. શાકભાજીમાં વેપારીઓનું કહેવું છે કે દર વર્ષે ઉનાળામાં શાકભાજીની આવકમાં ઘટાડો થતો હોય છે.

તાજેતરમાં ગરમીના કારણે લીલા શાકભાજીની આવક ઘટી છે, પરંતુ મહામારી ના કારણે શાકભાજીની માંગ વધી છે. એક અઠવાડિયામાં ભાવમાં 10 થી 15 ટકા જેટલો વધારો થયો છે.

આ ઉપરાંત ગરમીના કારણે લીલા શાકભાજી જલદીથી ખરાબ થઈ જતા હોવાથી વેપારીઓને નુકસાન વધારે આવતું હોય છે. આ બધા સમીકરણ ને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે,

હજુ પણ લીંબુના ભાવ ઘટ્યા નથી. ચોળી ભાવ પ્રતિ કિલો 100 બોલાઈ રહ્યા છે. ટામેટાના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો બોલે રહ્યા છે. ફુલાવર ના ભાવ 60 રૃપિયા પ્રતિ કિલો બોલાય રહ્યા છે.

કાકડી ના ભાવ 60 રૃપિયા પ્રતિ કિલો બોલાય રહ્યા છે. કોબીજ ના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. દૂધી ના ભાવ 140 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે.

બટાકાના ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. ડુંગળીના ભાવ 25 રૂપિયા પ્રતિ કિલો બોલાય રહ્યા છે. દિવસે ને દિવસે શાકભાજીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *