Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા રેકોર્ડ બેક સપાટીએ, ભાવ જાણી તમે પણ ચોકી જશો - GUJJUFAN

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા રેકોર્ડ બેક સપાટીએ, ભાવ જાણી તમે પણ ચોકી જશો

કપાસના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કપાસના ભાવ આસમાને પહોંચી ગયા છે. કપાસના ભાવ ખૂબ ઊંચા પ્રમાણમાં બોલાઈ રહ્યા છે, કપાસના ભાવ 1,950  રુપિયા ને પાર પહોંચી ગયા છે. પાટણમાં નવા ગંજમાં દિપાવલી પૂર્વે ખેડૂતો દ્વારા વિવિધ જાણશો વેચાણ લાવી પેઢી ઉપર માલ ઠલવતા માર્કેટ યાર્ડમાં ધમધમતું જોવા મળી રહ્યું છે. જેમાં છેલ્લા ચાર દિવસથી કપાસની પુષ્કળ આવક થઈ રહી છે

કપાસની 11,175 બોરીની આ વખત થતા સમગ્ર બજાર સફેદ ચાદરથી પથરાઈ ગયું છે. છેલ્લા ચાર દિવસથી કપાસની પચાસ હજારથી વધુ બોરીની આવક નોંધાય છે. કપાસના ઓછામાં ઓછા ભાવે 11,200 બોલાઈ રહ્યા છે. કપાસના ભાવ 2,000 ને પાર પહોંચી ગયા છે. આ વર્ષે કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

કપાસના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના સરેરાશ 8,600 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 12,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાયા હતા.

અમરેલીના માર્કેટયાર્ડ કપાસના સરેરાશ 9,123 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 11,210 રૂપિયાને પાર પહોંચી ગયા છે. બાબરા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9,850 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 11,120 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 9,225 થી લઈને મહત્તમ ભાવ 11,825 રૂપિયા બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં કપાસ ના બજાર 9,000 રુપીયા થી લઈને 11,110  રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતો માટે ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

વિસાવદરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9,050 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 11,250 રૂપિયા જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા ચાર દિવસથી કપાસની પુષ્કળ આવક થઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *