આ માર્કેટ યાર્ડ માં કપાસના ભાવ પહોંચ્યા 11,700 ને પાર, નિષ્ણાંતોએ તાત્કાલિક લીધા મોટા નિર્ણય

અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ નો મહત્તમ ભાવ 11,700 રૂપિયાને પાર જોવા મળી રહ્યો છે. કપાસના ભાવ આ વર્ષે રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રના સારી કોલેટી ના ભાવ ખૂબ ઊંચા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદના ધંધૂકા માર્કેટયાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 9000 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,000 રૂપિયા જોવા મળી રહ્યા છે.

અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 9700 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 11,500 રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે. અમરેલીના માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 9016 રૂપિયાથી લઈને 11700 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 8600 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8800 રૂપિયા પહોંચી ગયા છે. જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 8790 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,305 રૂપિયા જોવા મળી રહ્યા છે.

મહેસાણા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 8950 લઈને 11650 રૂપિયાને પાર જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9000 રૂપિયાથી લઇને 10,000 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.

મોરબીના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 9375 રૂપિયાથી લઇને 10,495 રૂપિયા બોલાઇ રહ્યા છે. જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 9650 રૂપિયાથી લઈને 11,375 રૂપિયા જોવા મળી રહ્યા છે.

આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે,

પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *